મહારાષ્ટ્ર: ઔરંગાબાદમાં દર્દનાક અકસ્માત, પાટા પર સૂઈ રહેલા 19 શ્રમિકો માલગાડી નીચે કચડાયા, 16ના મોત
મહારાષ્ટ્રમાં આજે સવારે 5 વાગે દર્દનાક અકસ્માત સર્જાયો છે. રેલના પાટા પર સૂઈ રહેલા 19 પ્રવાસી શ્રમિકો માલગાડી નીચે કચડાયા જેમાંથી 16 શ્રમિકોના મોત થયા છે. જ્યારે 2 મજૂરોનો આબાદ બચાવ થયો છે અને એક મજૂર ઘાયલ છે.
વિશાલ કરોલે, ઔરંગાબાદ: મહારાષ્ટ્રમાં આજે સવારે 5 વાગે દર્દનાક અકસ્માત સર્જાયો છે. ઔરંગાબાદના કરમાડ રેલવે સ્ટેશન નજીક આ અકસ્માત આજે સવારે થયો. રેલના પાટા પર સૂઈ રહેલા 19 પ્રવાસી શ્રમિકો માલગાડી નીચે કચડાયા જેમાંથી 16 શ્રમિકોના મોત થયા છે. જ્યારે 2 મજૂરોનો આબાદ બચાવ થયો છે અને એક મજૂર ઘાયલ છે. તમામ મજૂરો મધ્ય પ્રદેશ જવા માટે નીકળ્યા હતાં.. આરામ કરવા માટે પાટા પર સૂઈ રહ્યાં હતાં.
આ તમામ પ્રવાસી શ્રમિકો પોતાના ઘર મધ્ય પ્રદેશ જઈ રહ્યાં હતાં. આરામ કરવા માટે પાટા પાસે રોકાયેલા હતાં. ઔરંગાબાદ જિલ્લાના કરમાડ રેલવે સ્ટેશન નજીક આ ઘટના ઘટી. કુલ 19 મજૂરો હતાં. ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે દેશભરમાં મજૂરો ફસાયેલા હતાં. અનેક જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો પગપાળા જ પોતાના ઘરે જવા માટે નીકળી ગયા હતાં. આવામાં રાતે રોકાવવા માટે સેકડો મજૂરોએ રેલવે ટ્રેનો સહારો લીધો હતો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube